Geeta Rabari DJ Dakla ||ગીતા રબારી ડીજે ડાકલા || Non Stop Dakla Geeta Rabari2019 #GeetaRabari " રોણા શેર માં રે......રોણા શેરમાં રે...... ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેરમા રે........ " આ ગીત ની પંક્તિ સાંભળતા જ તમામની સમક્ષ જાણે કે એક માલધારીની દીકરી એટલે કે "ગીતાબેન રબારી" સ્વયં અભિનય કરી રહ્યા હોય તેવું ચિત્ર તમામ ની આંખો સમક્ષ તરવા લાગે છે.આ ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રાઘવ ડિજીટલ યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું.થોડાક જ સમય માં આ ગીત એ સમગ્ર ગુજરાતમાં જ નઈ પરંતુ પુરા ભારત દેશમાં ધૂમ મચાવી રહ્યું છે.અને આજે તે ગીત ૬ કરોડ થી પણ વધારે લોકો એ જોઈ લીધું છે.૨૦ વર્ષીય ગીતાબેન રબારી પોતાની આગવી અદાથી લોકગીત, સંતવાણી, ભજન, ડાયરો,જેવા વિવિધ કાર્યક્રમો માટે કચ્છ સહીત રાજ્યભરમાં જાણીતા છે. આજે અમે તમને એક એવા ગાયક કલાકાર ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળવાની તમને બે ઘડી મન થઇ આવે કે જેવો ખુબ ખંતથી ગીતો ગાવાનું કામ કરે છે.માત્ર ૨૦ વર્ષીય ગીતાબેન રબારી ગુજરાતભરમાં ડાયરો,સંતવાણી,લોકગીત માટે ફેમસ છે.ગીતા બેન રબારી કચ્છ સહીત ગુજરાતભરમાં જાણીતા છે,છતાં હજુ પણ તેઓ કચ્છ જિલ્લાનું એક નાનું ગામ તપ્પર માં માતા-પિતા સાથે રહે છે ગીતા બેન રબારી. ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.અને ધો. ૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.અને ત્યારબાદ બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી એમને ધીમે-ધીમે સફળતા મળવા લાગી. ગીતાબેન રબારીના પ્રથમ ગીતની વાત કરીયે તો એકલો રબારી,રોણા શેરમાં જેવા ગીતમાં એકટિંગ કરેલ છે.ગીતાબેન રબારી દ્વારા ગાયેલું ગીત "મસ્તી માં મસ્તાની મોજ માં રેવાની" અને "રોણા શેરમાં રે" લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.તેમના ગીત તથા આલ્બમની વાત કરીયે તો "એકલો રબારી","મસ્તી માં મસ્તાની","રોણા શેરમાં","માં-તારા આશીર્વાદ" સહીત અનેક હિટ આલ્બમો બહાર પાડેલ છે.અને તેમનું સૌથી ફેમસ ગીત "રોણા શેરમાં રે" ૬ કરોડ થી પણ વધારે લોકો દ્વારા જોવાયું છે. ગીતાબેન રબારીના હિટ ગીતો: "રોણા શેરમાં રે......રોણા શેરમાં રે....... ચાલી કિસ્મતની ગાડી ટોપ ગિયર માં રે....... હે રોણા શેરમાં રે........." "મસ્તીમાં મસ્તાની ને મોજ માં રેવાની..... જોને માલધારી બકા...... તકલીફ તો રેવાની......."

Geeta Rabari DJ Dakla ||ગીતા રબારી ડીજે ડાકલા || Non Stop Dakla Geeta Rabari2019geeta rabari 2019geeta rabari 2019 garbageeta rabari 2019 new songgeeta rabari 2019 dayrogeeta rabari daklageeta rabari dakla songgeeta rabari dakla 2019geeta rabari dakla statusgeeta rabari dakla garbageeta rabari dakla djgeeta rabari dakla mogalgeeta rabari dakla dayrogeeta rabari dakla 2018geeta rabari na daklaDakla2019 Remix Dakla